GPRB LRD Lokrakshak Final Answer Key 2026 Declared | લોકરક્ષક ફાઇનલ આન્સર કી જાહેર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 અન્વયે તા. 14.06.2026 ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની Final Answer Key સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. પૃષ્ઠભૂમિ અને વાંધા અરજી: આ અગાઉ તા. 20.06.2026 ના રોજ Provisional Answer Key જાહેર કરવામાં આવી હતી, જેના પર તા. 24.06.2026 ના રોજ સાંજે 17:00 કલાક સુધી ઓનલાઇન વાંધાઓ મંગાવવામાં આવ્યા હતા. વિષય નિષ્ણાંતો દ્વારા આ વાંધાઓની ચકાસણી કર્યા બાદ માસ્ટર સેટ મુજબ નીચે મુજબના ફેરફારો કરવામાં આવ્યા છે. Provisional Answer Key માં થયેલ ફેરફારો (માસ્ટર સેટ મુજબ): (A) પ્રશ્ન નંબર ૧૬: સાચો જવાબ (D) ના બદલે (B) જાહેર કરવામાં આવેલ છે. (B) પ્રશ્ન નંબર ૧૮, ૧૯ અને ૨૦: આ પ્રશ્નો રદ કરવામાં આવેલ છે . (C) પ્રશ્ન નંબર ૧૬૮: સાચો જવાબ (B) અથવા (C) જાહેર કરવામાં આવેલ છે. મહત્વની નોંધ (ગુણ પદ્ધતિ): રદ કરેલ પ્રશ્ન દીઠ પરીક્ષામ...
