GSSSB Vanpal Recruitment 2026: Apply Online for 15 Forester Class-3 Posts
GSSSB Vanpal Recruitment 2026

ગુજરાત સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની વનપાલ (Vanpal), વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત ક્રમાંક: ૪૦૬/૨૦૨૫૨૬ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી ખાસ ભરતી ઝુંબેશ (Special Recruitment Drive) હેઠળ દિવ્યાંગ ઉમેદવારો માટે બહાર પાડવામાં આવી છે.
જો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છો છો તો શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગારધોરણ અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
📌 ભરતીની ટૂંકી વિગત
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| પોસ્ટનું નામ | વનપાલ (Vanpal), વર્ગ-૩ |
| જાહેરાત ક્રમાંક | ૪૦૬/૨૦૨૫૨૬ |
| કુલ જગ્યાઓ | ૧૫ જગ્યાઓ (ખાસ ભરતી ઝુંબેશ - દિવ્યાંગ ઉમેદવારો માટે) |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
| Official Website | gsssb.gujarat.gov.in / ojas.gujarat.gov.in |
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર ભારતમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate) એટલે કે કોઈપણ વિદ્યાશાખામાં ડીગ્રી ધરાવતો હોવો જોઈએ.
- ઉમેદવાર પાસે કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી (Basic Knowledge) હોવી જરૂરી છે.
- ગુજરાતી અને હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
- ખાસ નોંધ: જે ઉમેદવાર પાસે મુખ્ય વિષય તરીકે વનશાસ્ત્રમાં બી.એસ.સી. (B.Sc. Forestry) ની પદવી હશે, તેમને લેખિત પરીક્ષામાં મેળવેલા કુલ ગુણના વધારાના ૧૦ ટકા ગુણ વેઇટેજ તરીકે મળશે.
ઉંમર મર્યાદા
- વયમર્યાદા: તા.૧૮/૦૬/૨0૨૬ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. નિયમોનુસાર દિવ્યાંગ તેમજ અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જાઓ.
- ત્યાં "Online Application" મેનૂમાં જઈને "Apply" પર ક્લિક કરો અને GSSSB પસંદ કરો.
- ત્યારબાદ જાહેરાત ક્રમાંક ૪૦૬/૨૦૨૫૨૬, વનપાલ, વર્ગ-૩ સામે "Apply Now" પર ક્લિક કરો.
- તમારી બધી જ સાચી વિગતો ભરો અને ફોર્મ સબમિટ કરીને કન્ફર્મ (Confirm) કરો. કન્ફર્મેશન નંબર સાચવી રાખો.
📌 મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
- Start Date: 04-06-2026
- Last Date: 18-06-2026 (રાત્રે 11:00 વાગ્યા સુધી)
વધારે માહિતી માટે સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in ની મુલાકાત લો.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |
