Gujarat Police : લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે Qualified ઉમેદવારોની યાદી જાહેર
%20document%20verification%202025.jpg)
લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે Qualified ઉમેદવારોની યાદી જાહેર કરવા બાબત ઉમેદવારો તરફથી પોસ્ટ / કુરીયર / રૂબરૂ કે અન્ય માધ્યમથી મળેલ રજુઆતો અન્વયે વિષય નિષ્ણાંતો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવેલ છે અને અગાઉ તા.૩૦/૦૭/૨૦૨૫ નારોજ જાહેર કરવામાં આવેલ લેખિત પરીક્ષાની Final Answer Key માં કોઇપણ પ્રકારનો ફેરફાર જણાયેલ નથી. તા.૦૬/૦૮/૨૦૨૫ના રોજ લેખિત પરીક્ષાના ગુણ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ હતા. લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ તથા વધારાના ગુણ (જેવા કે, રમતગમત, વિધવા, NCC “C” સર્ટીફીકેટ તથા રક્ષાશક્તિ/રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટીના ડીગ્રી/ડીપ્લોમાં અંગેના નિયમોનુસાર મળવાપાત્ર ગુણ) સહિત મેળવેલ કુલ ગુણ મુજબ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવેલ છે. જો આવા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ માન્ય પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેરવામાં આવેલ વધારાના ગુણ રદ્દ થશે જે તમામને બંધનકર્તા રહેશે. અનામત કેટેગીરીના જે ઉમેદવારોએ ઉંમરનો અથવા ST કેટેગીરીના ઉમેદવારોએ ઉંમર અથવા ઉંચાઇનો લાભ લીધેલ ન હોય અને જનરલ કેટેગીરીના કટ-ઓફ કે તેથી વ...