Gujarat Police : લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે Qualified ઉમેદવારોની યાદી જાહેર
લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે Qualified ઉમેદવારોની યાદી જાહેર કરવા બાબત
- ઉમેદવારો તરફથી પોસ્ટ / કુરીયર / રૂબરૂ કે અન્ય માધ્યમથી મળેલ રજુઆતો અન્વયે વિષય નિષ્ણાંતો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવેલ છે અને અગાઉ તા.૩૦/૦૭/૨૦૨૫ નારોજ જાહેર કરવામાં આવેલ લેખિત પરીક્ષાની Final Answer Key માં કોઇપણ પ્રકારનો ફેરફાર જણાયેલ નથી.
- તા.૦૬/૦૮/૨૦૨૫ના રોજ લેખિત પરીક્ષાના ગુણ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ હતા.
- લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ તથા વધારાના ગુણ (જેવા કે, રમતગમત, વિધવા, NCC “C” સર્ટીફીકેટ તથા રક્ષાશક્તિ/રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટીના ડીગ્રી/ડીપ્લોમાં અંગેના નિયમોનુસાર મળવાપાત્ર ગુણ) સહિત મેળવેલ કુલ ગુણ મુજબ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવેલ છે. જો આવા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ માન્ય પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેરવામાં આવેલ વધારાના ગુણ રદ્દ થશે જે તમામને બંધનકર્તા રહેશે.
- અનામત કેટેગીરીના જે ઉમેદવારોએ ઉંમરનો અથવા ST કેટેગીરીના ઉમેદવારોએ ઉંમર અથવા ઉંચાઇનો લાભ લીધેલ ન હોય અને જનરલ કેટેગીરીના કટ-ઓફ કે તેથી વધુ ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોનો જનરલ કેટેગીરીની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.
- ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં, તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે અગર ૫સંદ કરવામાં આવેલ હશે તો કોઇ૫ણ તબકકે તે રદ થવા પાત્ર રહેશે.
- સરકારશ્રી / નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
- સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૦૭/૦૨/૨૦૨૪, ઠરાવ ક્રમાંકઃ GHG/21/2024/MHK/1010/1393/C થી ઠરાવેલ પરીક્ષા નિયમોના મુદ્દા નંબર ૮(૭) માં જણાવ્યા મુજબ ખાલી જગ્યાના બે ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવા જણાવેલ છે.
- લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં Part-A અને Part-B માં અલગ અલગ ૪૦ ટકા ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની સંખ્યા કુલ-૩૨૮૦૨ છે.
- કુલ-૧૨૦૦૦ ખાલી જગ્યા માટે કુલ-૨૨૧૬૪ ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે Qualified થયેલ છે.
🔹 Important Link🔹
પુરૂષ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહી કલીંક કરો...
મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહી કલીંક કરો...
માજી સૈનિક ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહી કલીંક કરો...
દસ્તાવેજ ચકાસણી માટે કેટેગીરીવાઇઝ કટ-ઓફ નીચે મુજબ છે.
કેટેગોરી | પુરુષ ઉમેદવારો માટે કટ-ઓફ માર્કસ | મહિલા ઉમેદવારો માટે કટ-ઓફ માર્કસ | દસ્તાવેજ ચકાસણી માટે Qualified થયેલ કુલ ઉમેદવારોની સંખ્યા |
---|---|---|---|
GENERAL | 120.50 | 98.25 | 10333 |
EWS | 94.50 | 80.50 | 2781 |
SEBC | 109.75 | 80.25 | 5737 |
SC | 94.75 | 80.50 | 1631 |
ST | 80.50 | 80.00 | 1682 |
માજી સૈનિક ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ લોકરક્ષક કેડરના પરીક્ષા નિયમો મુજબ Part-A અને Part-B માં અલગ અલગ ૪૦ ટકા ગુણ મેળવેલ છે તેવા તમામ ૨૭ માજી સૈનિક ઉમેદવારોનો દસ્તાવેજ ચકાસણી માટે ઉપરોકત સંખ્યામાં સમાવેશ કરવામાં આવેલ છે.
ખાસ નોંધઃ
- દસ્તાવેજ ચકાસણી અંગેની વિગતો ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. જેની તમામે નોંધ લેવા વિનંતી છે.
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |