Join Whatsapp Groups

Gujarat Anganwadi Bharti: ગુજરાતમાં આંગણવાડીની 9000+ જગ્યાઓ માટે ભરતી

Gujarat Anganwadi Bharti: ગુજરાતમાં આંગણવાડીની 9000+ જગ્યાઓ માટે ભરતી

    ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આંગણવાડી કેન્દ્રો માટે આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવા માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કુલ 9000 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે, જે રાજ્યની મહિલાઓ માટે નોકરીની એક ઉત્તમ તક છે.

    આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા તારીખ 08 ઓગસ્ટ, 2025 થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ, 2025 રહેશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સરકારના e-HRMS પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે. 

Gujarat Anganwadi Bharti Details

પોસ્ટનું નામ અંગણવાડી કાર્યકર અને તેડાગર
કુલ જગ્યાો 9000+
પગાર ધોરણ ₹5,500 થી ₹10,000/-
લાયકાત ધોરણ 10 અને 12 પાસ
અરજી ફોર્મની છેલ્લી તારીખ 30/08/2025
ફોર્મ મોડ ઓનલાઇન

Gujarat Anganwadi Vacancy જગ્યાઓ

સમગ્ર ગુજરાત રાજ્ય માટે જાહેર કરાયેલી જાહેરાત મુજબ, કુલ 9000 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેનું વિવરણ નીચે મુજબ છે:

  • આંગણવાડી કાર્યકર: 5000 જગ્યાઓ
  • આંગણવાડી તેડાગર: 4000 થી વધુ જગ્યાઓ

Gujarat Anganwadi Qualification શૈક્ષણિક લાયકાત

  • આંગણવાડી કાર્યકર માટે: ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અથવા ધોરણ 10 પાસ પછી AICTE માન્ય ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ.
  • આંગણવાડી તેડાગર માટે: ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.

Gujarat Anganwadi Age Limit ઉંમર મર્યાદા

  • સામાન્ય ઉમેદવારો માટે: 18 વર્ષ પૂર્ણ અને 33 વર્ષથી વધુ નહીં.
  • અગ્રતા ધરાવતા તેડાગર (કાર્યકરની પોસ્ટ માટે): 43 વર્ષથી વધુ નહીં.

Gujarat Anganwadi Selection Process પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે તૈયાર થયેલ ઓનલાઈન મેરીટ યાદીના આધારે કરવામાં આવશે. આ પ્રક્રિયામાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. જોકે, જે આંગણવાડીમાં ભરતી હોય, તે જ આંગણવાડીમાં ફરજ બજાવતા તેડાગરને કાર્યકરની પસંદગીમાં નિયત શરતોને આધીન અગ્રતા આપવામાં આવશે.

📲 કેવી રીતે અરજી કરવી ?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા) દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાંચી શકે છે.
અગત્યની લિંક
ફોર્મ ભરવા માટે ની લિંક: અહીં ક્લિક કરો
ભરતી નું ઑફિશિયલ નોટિફિકેશન: અહીં ક્લિક કરો
સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ: WhatsApp

Gujarat Anganwadi Important Dates અગત્યની તારીખો

ક્રમ વિગત તારીખ સમયગાળો
1 ઓનલાઇન અરજી કરવા માટે તા. 08/08/2025 થી તા. 30/08/2025 23 દિવસ
2 સીડીપીઓશ્રી દ્વારા ઓનલાઇન સ્ક્રુટીની તા. 31/08/2025 થી તા. 09/09/2025 10 દિવસ
3 પીઓશ્રી દ્વારા મેરીટ ખરાઇ અને જનરેશન તા. 10/09/2025 થી તા. 19/09/2025 10 દિવસ
4 ઓનલાઇન અપીલ 20/09/2025 થી 29/09/2025 10 દિવસ
5 અપીલ નિકાલ 30/09/2025 થી 09/10/2025 10 દિવસ
6 પ્રમાણપત્ર ચકાસણી 10/10/2025 થી 19/10/2025 10 દિવસ
7 હાજર થવા માટે 20/10/2025 થી 19/11/2025 30 દિવસ

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

Gujarat Lokrakshak Cadre (LRD) Written Exam Result 2025 Declared | Check Your Marks Now

High Court of Gujarat Driver Call Letter 2025 for Written Test (Objective Type MCQs)