Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

GSSSB Municipal Accountant Recruitment 2026: 82 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો

GSSSB Municipal Accountant Recruitment 2026

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ (Municipal Accountant) વર્ગ-3 ની જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક 450/2026-27 હેઠળ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ (નગરપાલિકા વહીવટ કમિશનરેટ) હેઠળ કુલ 82 જગ્યાઓ ભરવામાં આવશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 1 ઓગસ્ટ, 2026 થી શરૂ થઈ ચૂકી છે અને 21 ઓગસ્ટ, 2026 સુધી ચાલુ રહેશે. વાણિજ્ય, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કોમ્પ્યુટર એપ્લિકેશન કે સંબંધિત ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે આ સારી તક છે.

GSSSB Municipal Accountant Bharti 2026

TOTAL POSTAPPLICATION FEE
  • 82 Post
  • બિન અનામત (General): ₹500/-
  • અનામત વર્ગ (મહિલા/SC/ST/SEBC/EWS/PwD/Ex-SM): ₹400/-
  • Payment Mode: Debit Card / Net Banking / UPI / Wallet
  • નોંધ: પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને ફી પરત મળવાપાત્ર.
AGE LIMIT (તા. 21/08/2026)IMPORTANT DATES
  • Minimum Age: 20 Years
  • Maximum Age: 35 Years
  • Apply Start: 01-08-2026 (14:00 કલાક)
  • Last Date: 21-08-2026 (23:59 સુધી)
  • Fee Last Date: 23-08-2026 (23:59 સુધી)

GSSSB Municipal Accountant 2026 – જગ્યાઓની વિગત (Category-wise)

વર્ગપુરુષમહિલાકુલ
જનરલ (બિનઅનામત)391150
EWS060208
SEBC220729
SC050106
ST100313
કુલ82
નોંધ: આ જાહેરાતમાં PwD અને ભૂતપૂર્વ સૈનિક માટે અલગથી અનામત જગ્યાઓ સમાવવામાં આવેલ નથી (જાહેરાતના મુદ્દા 5 મુજબ).

GSSSB Municipal Accountant 2026 – શૈક્ષણિક લાયકાત

  • ભારતમાં કેન્દ્ર કે રાજ્ય કાયદા હેઠળ સ્થાપિત યુનિવર્સિટી કે માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કોમ્પ્યુટર એપ્લિકેશન, કોમર્સ, સાયન્સ (ગણિત/આંકડાશાસ્ત્ર) અથવા આર્ટ્સ (આંકડાશાસ્ત્ર/અર્થશાસ્ત્ર/ગણિત) વિષયમાં સ્નાતકની ડિગ્રી અથવા સરકારે માન્ય કરેલ સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું પ્રાથમિક જ્ઞાન જરૂરી.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન જરૂરી.

Apply કેવી રીતે કરવું?

Interested and Eligible પુરૂષ ઉમેદવારો Online Apply કરી શકે છે અથવા Akshar Computer & Xerox (Gadhada) ખાતે રૂબરૂ મુલાકાત લઈ શકે છે.

  • સત્તાવાર OJAS વેબસાઈટ ojas.gujarat.gov.in પર જાઓ.
  • "Online Application" ટેબમાં જઈ "GSSSB" પસંદ કરી "Apply" ક્લિક કરો.
  • જાહેરાત ક્રમાંક 450/2026-27 "Municipal Accountant, Class-3" શોધો અને "Apply" પર ક્લિક કરો.
  • "More Details" ધ્યાનથી વાંચી "Apply Now" ક્લિક કરો.
  • જો OTR પ્રોફાઈલ હોય તો "Skip" કરો, નહીં તો * નિશાનીવાળી "Personal Details" ભરો.
  • "Educational Details" ભરો.
  • "Assurance" સ્વીકારી "Save" ક્લિક કરો અને Application Number નોંધી લો.
  • ફોટો (5cm x 3.6cm) અને સહી (2.5cm x 7.5cm) JPG ફોર્મેટમાં, 15 KB થી ઓછા સાઈઝમાં અપલોડ કરો. ફોટો સફેદ બેકગ્રાઉન્ડ સાથે અને 1 વર્ષની અંદરનો હોવો જોઈએ.
  • Application Number અને જન્મ તારીખ નાખી અરજી કન્ફર્મ કરો.
  • કન્ફર્મ થયેલ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી ભવિષ્ય માટે રાખો.
⚠️ ધ્યાન રાખો: અરજી Confirm કર્યા પછી કોઈપણ ફેરફાર થઈ શકે નહીં. એકથી વધુ અરજી ભરી હોય તો છેલ્લી Confirm થયેલી અરજી જ ગણાશે. Mobile Number અને Email ID ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી Change ન કરવો.

Selection Process – પસંદગી પ્રક્રિયા

પસંદગી બે તબક્કામાં થશે:

  • પ્રિલિમિનરી પરીક્ષા (MCQ): ઓબ્જેક્ટિવ પ્રકારની એલિમિનેશન ટેસ્ટ - કુલ 150 ગુણ, 2 કલાકનો સમય. દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાત. તમામ વર્ગ માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત. પ્રિલિમિનરી પરીક્ષાના ગુણ અંતિમ મેરિટ યાદીમાં ગણાશે નહીં - ફક્ત સ્ક્રીનીંગ માટે.
  • મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક): જગ્યાઓ કરતાં લગભગ 7 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે.
    • પેપર 1: ગુજરાતી અને અંગ્રેજી ભાષા (વર્ણનાત્મક) - 100 ગુણ, 3 કલાક
    • પેપર 2: એકાઉન્ટન્સી અને ઓડિટિંગ વગેરે (વર્ણનાત્મક) - 100 ગુણ, 3 કલાક
    દરેક પેપરમાં ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત. મુખ્ય પરીક્ષાના કુલ ગુણના આધારે અંતિમ મેરિટ યાદી બનશે.
PwD ઉમેદવારોને પ્રિલિમિનરી અને મુખ્ય બંને પરીક્ષામાં દર કલાકે 20 મિનિટનો વધારાનો સમય મળશે.
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

Botad Nagarpalika Apprentice Recruitment 2026

GSSSB MPHS ભરતી 2026: 119 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો

Railway RRB Group D Admit Card 2026