Navodaya Vidyalaya Class 6 Admission 2027-28 | JNVST Online Apply

શિક્ષણ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ (NVS) દ્વારા જવાહર નવોદય વિદ્યાલય પસંદગી કસોટી (JNVST) 2027 ની જાહેરાત કરવામાં આવી છે. શૈક્ષણિક સત્ર 2027-28 માટે ધોરણ 6 માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ 31 જુલાઈ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. દેશભરમાં કુલ 665 નવોદય વિદ્યાલયો કાર્યરત છે, અને દરેક જિલ્લામાં એક વિદ્યાલય મુજબ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
Overview
| સંસ્થાનું નામ | નવોદય વિદ્યાલય સમિતિ (NVS) |
| પરીક્ષાનું નામ | JNVST 2027 - ધોરણ 6 પ્રવેશ |
| કુલ વિદ્યાલયો | 665 (27 રાજ્યો + 08 કેન્દ્રશાસિત પ્રદેશો) |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
| છેલ્લી તારીખ | 31-07-2026 |
| પરીક્ષા તારીખ | 28-11-2026 |
| પરિણામ તારીખ | માર્ચ 2027ના અંતે (અંદાજિત) |
| સત્તાવાર વેબસાઈટ | navodaya.gov.in |
પાત્રતા (Eligibility)
- ઉમેદવાર જે તે જિલ્લાનો કાયમી (bonafide) રહેવાસી હોવો જોઈએ અને શૈક્ષણિક વર્ષ 2026-27માં ધોરણ 5માં માન્ય શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
- જન્મ તારીખ: 01-05-2015 થી 31-07-2017 વચ્ચે (બંને તારીખો સહિત).
- ઉમેદવારે ધોરણ 3, 4 અને 5 એક જ જિલ્લામાં (અથવા નિયમ 4.1 મુજબ પડોશી જિલ્લામાં) સંપૂર્ણ શૈક્ષણિક સત્ર માટે અભ્યાસ કરેલ હોવો જોઈએ.
- ઉમેદવારે ધોરણ 5માં પ્રથમ વખત જ અભ્યાસ કરતો હોવો જોઈએ (પુનરાવર્તિત/રીપીટર ઉમેદવાર પાત્ર નથી).
- NIOS ('B' પ્રમાણપત્ર ધરાવતા) ઉમેદવારો પણ પોતાના જિલ્લામાં પાત્રતા ધરાવે છે.
📲 Apply કેવી રીતે કરવું?
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો navodaya.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા) ની મુલાકાત લઈ શકે છે.
- ફોર્મ ચકાસીને Submit કરો - એકવાર final submit થયા બાદ સુધારો શક્ય નથી (મર્યાદિત Correction Window સિવાય).
- ફોર્મ ભરવા માટે નજીકના JNV ખાતે હેલ્પડેસ્કની સુવિધા પણ ઉપલબ્ધ છે.
પસંદગી પ્રક્રિયા (Selection Process)
- ઓનલાઈન અરજી બાદ ઉમેદવારોને પસંદગી કસોટી (Selection Test) માટે એડમિટ કાર્ડ આપવામાં આવશે.
- પરીક્ષા 28-11-2026 ના રોજ એક જ તબક્કામાં લેવાશે.
- પરિણામ માર્ચ 2027ના અંતે જાહેર થવાની શક્યતા છે.
- પસંદગી પામેલ ઉમેદવારોએ મૂળ પ્રમાણપત્રો સાથે સંબંધિત JNVમાં દસ્તાવેજ ચકાસણી કરાવવાની રહેશે.
- 75% બેઠકો ગ્રામ્ય વિસ્તાર માટે, SC 15%, ST 7.5%, OBC 27% અનામત તથા ઓછામાં ઓછી 1/3 બેઠકો કન્યાઓ માટે અનામત રહેશે.
પરીક્ષા પદ્ધતિ (Exam Pattern)
| વિભાગ | પ્રશ્નો | ગુણ | સમય |
|---|---|---|---|
| માનસિક ક્ષમતા કસોટી (MAT) + પર્યાવરણ અભ્યાસ (EVS) | 20+20 | 25+25 | 60 મિનિટ |
| ગણિત (Arithmetic) | 20 | 25 | 30 મિનિટ |
| ભાષા (Language) | 20 | 25 | 30 મિનિટ |
| કુલ | 80 | 100 | 2 કલાક |
પરીક્ષા સવારે 11:30 થી બપોરે 01:30 દરમિયાન લેવાશે. દરેક સાચા જવાબ માટે 1.25 ગુણ મળશે અને કોઈ નેગેટિવ માર્કિંગ નથી. દિવ્યાંગ ઉમેદવારોને 40 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે.
📌 સૂચના: ઉમેદવારોએ Apply કરતા પહેલા સંપૂર્ણ અધિકૃત માહિતી, જિલ્લા મુજબની બ્લોક વિગતો (Annexure-II) અને નોટિફિકેશન માટે navodaya.gov.in વેબસાઈટની મુલાકાત અવશ્ય લેવી. તાજા અપડેટ માટે www.AksharGadhada.in નિયમિત વિઝિટ કરો.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |
