ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની સર્વેયર, વર્ગ-3 સંવર્ગની કુલ 78 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીની જાહેરાત (જાહેરાત ક્રમાંક: 467/202627) પ્રસિદ્ધ કરવામાં આવી છે. સિવિલ ડિપ્લોમા અથવા ITI Surveyor લાયકાત ધરાવતા ઉમેદવારો 30-10-2026 થી 20-11-2026 સુધી Online Apply કરી શકે છે.
GSSSB સર્વેયર ભરતી 2026 - Overview
| TOTAL POST |
APPLICATION FEE |
|
- બિનઅનામત વર્ગ: ₹500/-
- અનામત વર્ગ (તમામ કેટેગરીની મહિલા, SEBC, SC, ST, EWS, દિવ્યાંગ, ExSM): ₹400/-
- નોંધ: પરીક્ષામાં હાજર રહેનારને ફી પરત મળવાપાત્ર
|
| AGE LIMIT (20-11-2026 ના રોજ) |
IMPORTANT DATES |
- Minimum Age : 18 Years
- Maximum Age : 22 Years
|
- Apply Start: 30-10-2026
- Last Date: 20-11-2026
- Last Date for Online Fee Payment: 23-11-2026
- લેખિત પરીક્ષા: પછીથી વેબસાઈટ પર જાહેર થશે
|
GSSSB સર્વેયર ભરતી 2026 – કેટેગરી મુજબ જગ્યા (કુલ 78)
| કેટેગરી | કુલ જગ્યા | પૈકી મહિલા અનામત |
| બિનઅનામત (સામાન્ય) | 35 | 11 |
| આર્થિક રીતે નબળા વર્ગ (EWS) | 09 | 03 |
| અનુસૂચિત જાતિ (SC) | 04 | 01 |
| અનુસૂચિત જનજાતિ (ST) | 10 | 03 |
| સા.શૈ.પ. વર્ગ (SEBC) | 20 | 06 |
| કુલ | 78 | 24 |
નોંધ: આ સંવર્ગમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા દર્શાવેલ નથી.
GSSSB સર્વેયર ભરતી 2026 – પગાર ધોરણ
| સમયગાળો | પગાર |
| પ્રથમ 5 વર્ષ | ફિક્સ પગાર ₹26,000/- પ્રતિમાસ |
| 5 વર્ષ બાદ (સંતોષકારક સેવા) | નિયમિત નિમણૂક - પગાર ધોરણ ₹25,500 થી ₹81,100 (લેવલ-4, 7મું પગાર પંચ) |
GSSSB સર્વેયર ભરતી 2026 – શૈક્ષણિક લાયકાત (Eligibility)
| લાયકાત | વિગત |
| શૈક્ષણિક | માન્ય ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ/યુનિવર્સિટીમાંથી Diploma in Civil Engineering અથવા વિભાગ દ્વારા માન્ય સમકક્ષ ડિપ્લોમા (Civil & Rural Engineering, Civil Draftsman, Civil Technology, Construction Technology, Survey Engineering, Transportation Engineering વગેરે); અથવા સરકાર માન્ય ITI માંથી Surveyor નો ઓછામાં ઓછો 1/2 વર્ષનો કોર્સ |
| મહત્વની શરત | Civil Engineering માં Bachelor's Degree (B.E./B.Tech) ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે નહીં |
| કોમ્પ્યુટર જ્ઞાન | ગુજરાત સરકારના નિયમો મુજબ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ (પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે, પરંતુ નિમણૂક પહેલાં પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત) |
| ભાષા જ્ઞાન | ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન |
| રાષ્ટ્રીયતા | ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ |
GSSSB સર્વેયર ભરતી 2026 – શારીરિક માપદંડ (Physical Standards)
પુરુષ ઉમેદવારો માટે
| વર્ગ | ઊંચાઈ (સેમી) | છાતી - ફુલાવ્યા પહેલા (સેમી) | છાતી - ફુલાવ્યા પછી (સેમી) | વજન (કિ.ગ્રા.) |
| મૂળ ગુજરાતના ST ઉમેદવાર | 155 | 79 | 84 | 50 |
| અન્ય ઉમેદવારો (મૂળ ગુજરાતના ST સિવાયના) | 163 | 79 | 84 | 50 |
નોંધ: ફુલાવેલી છાતીનું લઘુત્તમ વિસ્તરણ 5 સેમીથી ઓછું હોવું જોઈએ નહીં.
મહિલા ઉમેદવારો માટે
| વર્ગ | ઊંચાઈ | વજન |
| મૂળ ગુજરાતના ST ઉમેદવાર | 145 સેમી | 45 કિ.ગ્રા. |
| અન્ય ઉમેદવારો (મૂળ ગુજરાતના ST સિવાયના) | 150 સેમી | 45 કિ.ગ્રા. |
વૉકિંગ ટેસ્ટ (નિમણૂક સમયે): પુરુષ ઉમેદવારોએ 4 કલાકમાં 25 કિ.મી. અને મહિલા ઉમેદવારોએ 4 કલાકમાં 14 કિ.મી.નો વૉકિંગ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો રહેશે. અસફળ રહેનારને વધારાની એક તક મળશે, ત્યારબાદ પણ અસફળ રહે તો નિમણૂક રદ થશે.
GSSSB સર્વેયર ભરતી 2026 – પરીક્ષા પદ્ધતિ (Exam Pattern)
પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT/OMR પદ્ધતિથી, Part-A અને Part-B એમ બે ભાગના એક પ્રશ્નપત્રથી લેવામાં આવશે.
| ભાગ | વિષય | ગુણ |
| Part-A | તાર્કિક કસોટીઓ તથા Data Interpretation | 30 |
| ગાણિતિક કસોટીઓ | 30 |
| ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન | 30 |
| Part-B | સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો | 120 |
| કુલ (210 પ્રશ્નો) | 210 |
નોંધ: કુલ સમય 3 કલાક (180 મિનિટ). ખોટા જવાબ બદલ 1/4 ગુણ કપાત (Negative Marking). Part-A અને Part-B બંને માટે અલગ ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રહેશે.
📲 Apply કેવી રીતે કરવું?
- ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાવ અથવા Akshar Computer & Xerox (Gadhada) નો સંપર્ક કરો.
- "Online Application" માં Apply પર ક્લિક કરી GSSSB પસંદ કરો.
- જાહેરાત ક્રમાંક 467/202627, સર્વેયર, વર્ગ-3 પસંદ કરી Apply Now પર ક્લિક કરો.
- Personal Details અને Educational Details ભરો.
- Photo (5cm x 3.6cm) અને Signature (2.5cm x 7.5cm) JPG ફોર્મેટમાં નિયત સાઈઝમાં Upload કરો.
- Application Confirm કરી Confirmation Number સાચવી રાખો (Confirm બાદ કોઈ ફેરફાર શક્ય નથી).
- 23-11-2026 સુધીમાં Online Payment (Debit Card/Net Banking/UPI/Wallet) દ્વારા પરીક્ષા ફી ભરો અને Receipt સાચવો.
⚠️ Confirm Application પછી કોઈપણ વિગતમાં ફેરફાર શક્ય નથી. પરીક્ષા ફી ભર્યા વગર અરજી માન્ય ગણાશે નહીં. જાતિ/કેટેગરીની વિગત Confirm કર્યા બાદ બદલી શકાશે નહીં. એકથી વધુ અરજી કરવામાં આવે તો છેલ્લે Confirm થયેલી અરજી જ માન્ય ગણાશે.
GSSSB સર્વેયર ભરતી 2026 – પસંદગી પ્રક્રિયા
| તબક્કો | વિગત |
| 1. લેખિત પરીક્ષા | Part-A અને Part-B માં લઘુત્તમ ગુણવત્તા ધોરણ જાળવીને મેળવેલ કુલ ગુણના મેરિટ આધારે |
| 2. ડોક્યુમેન્ટ વેરિફિકેશન | કેટેગરી મુજબ ભરવાની જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે |
| 3. પસંદગી/પ્રતિક્ષા યાદી | મેરિટ મુજબ કેટેગરીવાઈઝ પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી પ્રસિદ્ધ થશે |