Gujarat Police PSI & Constable 2024 Bharti All Updates

Gujarat Police Constable Recruitment 2024

પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ જાણવા માટે અહીં કલીક કરો......

ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ જાણવા માટે (અગાઉ મૂકેલ છે તે ઉપરાંત વધારાના) અહીં કલીક કરો......

LRB Lokrakshak and PSI Update on 12-04-2024

:: તા.૧૨.૦૪.૨૦૨૪ ::

પો.સ.ઇ. તથા લોકરક્ષક ૫રીક્ષાના સમય૫ત્રક

લોકરક્ષક તથા પો.સ.ઇ. ભરતીના ઉમેદવારો ૫રીક્ષાની તૈયારીનું આગોતરૂ આયોજન કરી શકે તે માટે ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક આ સાથે મુકવામાં આવેલ છે.

આ અંદાજિત સમય૫ત્રક છે, જુદા જુદા કારણોસર તેમાં ફેરફાર થઇ શકે છે. પો.સ.ઇ. તથા લોકરક્ષક ૫રીક્ષાના સમય૫ત્રક માટે અહીં કલીક કરો......

LRB Lokrakshak and PSI Update on 10-04-2024

ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવા બાબતે જરૂરી સુચના

ભરતી બોર્ડ ધ્વારા તા.૦૧/૦૪/૨૦૨૪ નારોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ જાહેરાત અંગેની સુચનાઓમાં મુદદા નંબરના ખાસ નોંધ માં (એ) માં જણાવ્યા મુજબ “ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.” તેમ જણાવેલ છે.

તેમ છતાં હેલ્પલાઇન ઉપર નીચે મુજબની રજુઆતો મળેલ છે.

  1. બિન હથિયારી પો.સ.ઇ.ની જગ્યા માટે શૈક્ષણીક લાયકાતનું ધોરણ સ્નાતક હોવાથી ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવી કે સ્નાતકની માર્કશીટ અપલોડ કરવી?
  2. લોકરક્ષક કેડરમાં ડિપ્લોમાં કરેલ ઉમેદવારોએ ધોરણ-૧૨ સમકક્ષનું પ્રમાણપત્ર અપલોડ કરવુ કે ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ અપલોડ કરવી?

ઉપરોકત બંન્ને કિસ્સામાં ઉમેદવારોએ ધોરણ-૧૨ની માર્કશીટ અથવા ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ જ અપલોડ કરવાની છે.

જો કોઇ ઉમેદવારે ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષની માર્કશીટના બદલે સમકક્ષ પ્રમાણપત્ર (ઇકવીલેન્ટ સર્ટીફિકેટ) અથવા સ્નાતકની માર્કશીટ અપલોડ કરી હશે તો અરજી માન્ય રહેશે નહીં, જેથી આવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ફી ભરવાની છે તેવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરીને ફી પણ ભરવાની રહેશે.

LRB Lokrakshak and PSI Update on 06-04-2024

તા.૧૩.૦૩.ર૦ર૪ ના રોજ વર્તમાન૫ત્રમાં બહાર પાડવામાં આવેલ લોકરક્ષક તથા પી.એસ.આઇ. ની ભરતીની જાહેરાતમાં બિનઅનામત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગ આ બંને કેટેગરી વિશે કેટલાક ઉમેદવારોને ગેરસમજ હોવાની અત્રે રજૂઆત મળેલ છે. જેથી ઉમેદવારોની જાણ માટે નીચે મુજબની સ્પષ્ટતા બહાર પાડવામાં આવે છે.

  1. જાહેરાતમાં જયાં બિનઅનામત વર્ગ દર્શાવેલ છે ત્યાં બિનઅનામત વર્ગ એટલે કે જેમનો અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) , સામાજિક અને શૈક્ષણિક ૫છાત વર્ગ (SEBC) કે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માં સમાવેશ થતો નથી અને તેની અનામતનો લાભ મળતો નથી, તેવો ઓ૫ન કેટેગરી અથવા જનરલ કેટેગરી અથવા સામાન્ય વર્ગ.
  2. આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે EWS કેટેગરી એટલે કે બિનઅનામત વર્ગના જે લોકો આર્થિક રીતે નબળા વર્ગના હોવાના કારણે તેમને EWS નો લાભ મળવાપાત્ર છે તે.

બિનઅનામત વર્ગ એટલે કે જેમને SC, ST, SEBC નો લાભ મળતો નથી, ૫રંતુ સરકારશ્રીએ નકકી કરેલા મા૫દંડો મુજબ આર્થિક રીતે નબળા વર્ગમાં એટલે કે EWS માં જેનો સમાવેશ થાય છે તે.

More Details : Click Here

Connect with us:

WhatsApp Group Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

UGC NET June 2024 Application Form, Apply Online

Gujarat Police PSI & Constable Bharti 2024 For 12472 Posts Notification Declared

SPIPA Entrance Exam Online Form 2024-25 | યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2025 ની તૈયારી માટેનો પ્રશિક્ષણવર્ગ