Solar Power Unit Kit Sahay Yojana 2025 | સોલાર પાવર યુનિટ/કીટ સહાય યોજના - ikhedut
ખેતીવાડી ની વિવિધ સહાય યોજનાઓ 2024-25
ગુજરાત સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal બનાવેલ છે. જેમાં રાજ્યના ખેડૂતો માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના બહાર પાડવામાં આવેલ છે. ખેતીવાડી ખાતા તરફથી ઓફિશીયલ પ્રેસનોંધમાં બહાર પાડવામાં આવી છે. તા-18/02/2025 સવારે 10.30 કલાકે ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. જેના ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.
ફોર્મ ભરવા માટે :
અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
⇓⇓ વધુ માહિતી માટે ⇓⇓
ઘટકનું નામ:
- સોલાર પાવર યુનિટ/કીટ
- ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના
સહાયનું ધોરણ:
- આ યોજના હેઠળ રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે (જેમણે કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી) સોલાર ફેન્સીંગ બનાવવા કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
- સોલાર પાવર યુનિટ/કીટમાં ENRGIZER, સોલાર પેનલ, બેટરી, અર્થિગ સિસ્ટમ, હુટર (એલાર્મ), મોડ્યુલ સ્ટેન્ડ નીચે મુજબના ધારા-ધોરણ પ્રમાણે ફરજિયાત ખરીદી કરીને અરજી કરવાની રહેશે. ૧. એર્નજાઇઝર(ENERGIZER) IS: 302-2-76, 1999 and its latest amendments along with ISI certificate from BIS (એર્નજાઇઝર(ENERGIZER) ધરાવતી કંપની તથા આ માટે જે કંપની દ્વારા BIS ને ISI માર્કના ઉપયોગ માટે લાયસન્સ મેળવવા અરજી કરેલ હશે તે કંપનીના એર્નજાઇઝર પણ માન્ય ગણવામાં આવશે.) ૨. બેટરી: Conforming IS-16270 અથવા IS 15549 અથવા Conforming IEC-61427 Conforming IEC- 60896 અથવા JISC 8702 અથવા CE/UL certified By any Govt. laboratory test certificate. ૩. સોલાર પેનલ : MNRE (મીનીસ્ટ્રી ઓફ ન્યુ રીન્યુએબલ એનર્જી) માન્ય ALMMની યાદીમાં સમાવેશ કંપનીની પેનલ અથવા BIS માન્ય પેનલ હોવી જોઈએ. જેના સર્ટીફિકેટ ખેડૂતે વિક્રેતા પાસેથી મેળવવાના રહેશે.
ફોર્મ ભરવા માટે:
- અક્ષર કોમ્પ્યુટર & ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
ઓનલાઈન અરજી કરવામાટે ના જરૂરી પુરાવા નીચે મુજબના રહેશે.
- આધારકાર્ડની નકલ
- અનુસૂચિત જાતિ નું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- બેંક ખાતાની પાસબુક
- રેશન કાર્ડ
- ખેડૂતની જમીનની નકલ 7-12-8
- સાધન/ઓજાર ની ખરીદીનું બીલ
અગત્યની તારીખ
ફોર્મ શરૂ તારીખ: | 18/02/2025 ના સવારના 10.30 કલાકે |
ફોર્મ માટે છેલ્લી તારીખ | 22/02/2025 |
મહત્વપૂર્ણ લિંક ⇩⇩⇩
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
અમારી સાથે જોડાઓ:
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook પેજમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |