GTKDC Online Loan Yojana : સીધી ધિરાણ યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ માટે જાહેરાત
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના નિયામકશ્રી, વિ.જા.ક., ગાંધીનગર તથા રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા અને વિકાસ નિગમ, નવી દિલ્હીના સહયોગથી ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક અને સ્વરોજગારલક્ષી ધંધા/ વ્યવસાય માટે ઓછા દરના વ્યાજ માટેની લોન સહાય યોજનાઓ બહાર પાડવામાં આવી.
કઈ કઈ યોજનાઓનો સમાવેશ થાય છે?
- મુદતી લોન (ટર્મ લોન)
- માઈક્રો ફાયનાન્સ
- મહિલા સમૃદ્ધિ યોજના
- ન્યુ સ્વર્ણિમ યોજના
- સ્વયં સક્ષમ યોજના
શીર્ષક | વિગતો |
યોજના નામ | સીધા ધિરાણ યોજના (GTKDC Online Loan Yojana) |
યોજનાનો હેતુ | ઠાકોર અને કોળી સમુદાયના આર્થિક રીતે પછાત લોકો માટે આર્થિક સહાય પૂરી પાડવી |
યોજનાઓ | 1. મુદતી લોન (ટર્મ લોન) 2. માઇક્રો ફાયનાન્સ 3. મહિલા સમૃદ્ધિ યોજના 4. ન્યુ સ્વર્ણિમ યોજના 5. સ્વયં સક્ષમ યોજના |
પાત્રતા | 1. ઉંમર મર્યાદા: 21 થી 50 વર્ષ (સ્વયં સક્ષમ: 18 થી 35 વર્ષ) 2. વાર્ષિક આવક મર્યાદા: રૂ. 3,00,000/- 3. લોનનું ફાયદો કુટુંબના એક જ સભ્યને મળવાનો રહેશે |
અગત્યની તારીખ | અરજી કરવાની તારીખ: 26/09/2024 થી 25/10/2024 સુધી |
સંપર્ક | ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર |
ફોર્મ ભરવા માટે :
- અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
યોજનાની પાત્રતાઃ
- (૧) યોજનાની પાત્રતાની વિગતો નિગમની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જે ધ્યાનમાં રાખીને અરજી કરવી.
- (૨) સ્વરોજગારની લોન યોજનામાં અરજદારની વય મર્યાદા ૨૧ વર્ષ થી ૫૦ વર્ષ રહેશે. (સ્વયં સક્ષમ લોન યોજનામાં અરજદારની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ સુધીની રહેશે.)
- (૩) અરજદારની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩,૦૦,000/-ની રહેશે.
- (૪) સ્વરોજગારની લોન યોજનાનો લાભ માટે કુટુંબમાંથી કોઇ પણ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર રહેશે.
- (૫) અરજી કરતી વખતે આધાર નંબર સાથે લીંક હોય તે જ બેન્ક ખાતાની વિગતો આપવાની રહેશે.
- (૬) અરજીમાં અરજદારે પોતાનો જ મોબાઇલ નંબર આપવાનો રહેશે. મોબાઇલ નંબર ચાલુ સ્થિતીમાં રાખવાનો રહેશે. અન્ય વ્યક્તિનો નંબર આપેલો હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ કરેલ હશે તો આવી અરજીઓ રદપાત્ર ગણવામાં આવશે.
- (૭) અરજીમાં સંપુર્ણ વિગતો ભરેલી નહી હોય અથવા અધુરા દસ્તાવેજો વાળી અરજી હશે તો તે આપોઆપ રદપાત્ર (નામંજુર) ગણાશે.
અરજીની છેલ્લી તારીખ
– અરજી કરવાની તારીખ: 26/09/2024 થી 25/10/2024 સુધી
ફોર્મ ભરવા માટે :
– અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
અમારી સાથે જોડાઓ:
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook પેજમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |