Digital Gujarat Scholarship 2024-25 | ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ | પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2024
Digital Gujarat પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2024
ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ: ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્યના તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરવા માટે એક પગલું ભર્યું છે અને તે તમામ રસ ધરાવતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માંગે છે. જે વિદ્યાર્થીઓ SC/ST/OBc/DNT સાથે જોડાયેલા છે તેઓ આ શિષ્યવૃત્તિ કાર્યક્રમ માટે અરજી કરવા પાત્ર છે તેઓ ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ કાર્યક્રમ યોજના વિશેની તમામ જરૂરી વિગતો નીચે સ્પષ્ટપણે વર્ણવેલ છે. શાળા/કોલેજ/યુનિવર્સિટી/ITI વગેરે માટે શિષ્યવૃત્તિ યોજના. બધા રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. કૃપા કરીને નીચે આપેલ પાત્રતા માપદંડોમાંથી પસાર થાઓ અને ઑનલાઇન અરજી કરો.
More details:
યોજનાનું નામ:
- ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કૉલરશિપ યોજના
સ્કૉલરશિપનો લાભ કોને મળશે?
- ધોરણ 10 પછી કોર્સ કરતાં તમામ વિદ્યાર્થી
- જેવા કે ધો.11,12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, કોલેજ કરતાં વિદ્યાર્થીઓ અને ITI કરતાં વિદ્યાર્થીઓ વગેરે
ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કૉલરશિપ માં અરજી કઈ રીતે કરવી?
- ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ
ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.
- ફોટો
- ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
- ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે) (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ)
- ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
- જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
- આવકનો દાખલો
- આધાર કાર્ડ
- બેન્ક પાસબુક
- ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર)
- LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
- બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
- શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
- હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
- બ્રેક એફિડેવિટ સર્ટિ
- (જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)
નોંધ : જે વિદ્યાર્થીઓને દેના બેન્ક માં ખાતું છે તેઓએ નવો IFSC કોડ સાથે રાખવો (દેના બેન્ક હવે બેન્ક ઓફ બરોડામાં જોડાયેલ હોવાથી)
ઓનલાઈન ફોર્મ ભરવા : અહીં ક્લિક કરો
અગત્યની તારીખ
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 09/10/2024 |
ફોર્મ ભરવાની અંતિમ તારીખ | 10/11/2024 |
અમારી સાથે જોડાઓ:
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
ફેસબુક પેજ | અહીં ક્લિક કરો |
ફેસબુક ગ્રુપ | અહીં ક્લિક કરો |