શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024 । Shramyogi Shikshan Sahay Yojana 2024
શ્રમયોગી સ્કોલરશિપ યોજના 2024
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024 : ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શિક્ષણ માટે પ્રાથમિક શાળા થી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી સહાય મળી રહે તે માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા “શ્રમયોગી શિક્ષણ સહાય યોજના” શરૂ કરવામાં આવેલ છે. કયાં- કયાં ડોક્યુમેન્ટ જરૂરી છે ? શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાની અરજી કેવી રીતે કરવી? વગેરે ની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Shramyogi Shikshan Sahay Yojana 2024
યોજનાનું નામ | શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024 |
યોજના બહાર પાડનાર વિભાગનું નામ | ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ |
કોણે સહાય મળે? | ગુજરાતના બાંધકામ ક્ષેત્રે જોડાયેલા શ્રમિકોના બાળકોને સહાય મળશે |
કેટલી સહાય મળવાપાત્ર થશે? | રૂ. 30,000 સુધી શિક્ષણ સહાય |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો અને શરતો
આ યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કેટલાક નિયમો અને શરતો બનાવેલ છે. જે નીચે મુજબ છે.
- નોંધાયેલ બાંધકામ શ્રમિકે નિયત નમૂનામાં અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. શૈક્ષણિક સત્ર શરૂ થયાની તારીખથી ૬(છ) માસની સમય મર્યાદામાં અરજી મેળવી રજુ કરવાની રહેશે.
- એક જ લાભાર્થીના બે બાળકોની સહાય હોય, તો બંને બાળકોના અલગ-અલગ ફોર્મ ભરવાના રહેશે. (ઓનલાઈમ/ઓફલાઈન)
- બાંધકામ શ્રમયોગીના બાળકોને શિષ્યવૃત્તિ મેળવવા માટે ઉંમરની મર્યાદા વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ. જો પુત્ર કે પુત્રી મુકબધિર કે અપંગ હશે તો વય મર્યાદાનો બાધ રહેશે નહી.
- જે-તે શૈક્ષણિક વર્ષમાં પ્રથમ Trial પૂરતી મર્યાદિત રહેશે. તે-જ ધોરણ /વર્ગમાં નાપાસ થનારને તે જ ધોરણ/વર્ગ માટે બીજીવાર સહાય મળવાપાત્ર રહેશે નહિ.
- જો કોઈ પણ નોંધાયેલ બાંધકામ શ્રમિકના બાળકને રાઈટ ટુ એજ્યુકેશન દ્વારા એડમીશન મળેલ હોય/ઓપન યુનિર્વસીટીમાં અભ્યાસ કરતા હોય/ એક્ષર્ટનલમાં અભ્યાસ કરતા હોય અથવા અન્ય વિભાગની કોઈ સમાન પ્રકારની સહાય મેળવતા હોય તો બોર્ડની સહાય મળવાપાત્ર નથી.
- અરજદારે અરજીફોર્મમાં સંપૂર્ણ સચોટ તમામ વિગતો ભરવાની રહેશે અન્યથા અરજદારની અરજી માન્ય ગણાશે નહી.
શ્રમયોગી શિક્ષણ સહાય યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ । Document Required of Shramyogi Shikshan Sahay Yojana
- શાળા/કોલેજ/સંસ્થાનું લાભાર્થીના ચાલુ અભ્યાસક્રમનું ઓરીજીનલ બોર્નાફાઈડ સર્ટીફીકેટ
- અહીં ક્લિક કરો.
- લાભાર્થીના તથા બાળકના પાસપોર્ટ સાઈઝના ફોટા.
- બાળકના આધારકાર્ડની નકલ.
- બાળકની ગત વર્ષના પરીણામની નકલ.
- ફી ભર્યાની પહોંચ.
- જો, લાભાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો રજીસ્ટર હોસ્ટેલ/ શાળા/કોલેજ/સંસ્થાનું સહી/સિક્કાવાળુ પ્રમાણપત્ર મેળવવું.
- હોસ્ટેલ ફી ભર્યાની પહોંચ.
- પુસ્તક સાધન સહાય માટે લાભાર્થી પાસેથી પુસ્તક ખરીદીનું ઓરીજનલ બીલ.
- જો, લાભાર્થીની અટક તેમજ નામ અલગ-અલગ પડતા હોય તો તેઓની પાસેથી ગેઝેટ/એફીડેવીટ.
- બેંકની પાસબુકના પહેલા પાનાની વિગત.
- એફીડેવીટ (રૂ. 5000 કે તેથી વધુની સહાય માટે) અથવા સંમતિપત્ર (સરકારશ્રીના જાહેરનામા મુજબ)
અમારી સાથે જોડાઓ:
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
ફેસબુક પેજ | અહીં ક્લિક કરો |
ફેસબુક ગ્રુપ | અહીં ક્લિક કરો |