Join Whatsapp Groups

Gujarat Forest Guard Exam Sammati Patra 2023 વનરક્ષક વર્ગ- ૩ ના સંમતિપત્રક ફોર્મ શરૂ


જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 વનરક્ષક વર્ગ ૩ની સીધી ભરતીની જાહેરાત અન્વયે નોંધાયેલ ઉમેદવારોની પરીક્ષા ટૂંક સમયમાં યોજવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી રહેલ છે. વનરક્ષક વર્ગ-૩ની જગ્યાઓ જિલ્લા આધારિત છે. ઉમેદવારોએ જે તે જિલ્લા માટે ઉમેદવારી નોંધાવાની હોય છે પરંતુ જે ઉમેદવારોએ એક કરતાં વધારે જિલ્લા માટે અરજી કરેલ હશે તો છેલ્લે જે જિલ્લા માટે અરજી કરેલ હશે તે જ માન્ય ગણવામાં આવશે અને તે માન્ય રાખી તે જિલ્લા માટે સંમતિપત્રક ભરવાનું રહેશે.

આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક- FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૩ માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી ‘‘પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઈટ https://ojas.gujarat.gov.in ઉપર તા. ૨૪/૦૭/૨૦૨૩ થી તા. ૦૭/૦૮/૨૦૨૩ પર ઉપલબ્ધ કરવામાં આવશે.

વનરક્ષક વર્ગ-૩ માટે સંમતિપત્રક કેવી રીતે ભરવું?

સંમતિપત્રક ફોર્મ: અહીં ક્લિક કરો 
  • જે માટે ઉમેદવારે OJAS વેબસાઈટ ઉપરના HOME PAGE ૫૨ જવાનું રહેશે.
  • ત્યાં, Other Application Menu માં Consent for Exam માં જાઓ
  • પછી ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરવાનો રહેશે. અને ફોર્મ સબમિટ કરો.

કન્ફર્મેશન નબર જાણવા માટેની અગત્યની સુચનાઓ

  • સૌથી પહેલા, અહી ક્લિક કરો
  • જાહેરાત નંબર એન્ટર કરો.
  • અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ નાખો
  • Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
  • જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.
  • OTP વગર કન્ફર્મેશન નંબર શોધવા માટે અહીં ક્લિક કરો

સંમતિ અંગેનું ફોર્મ માટે જરૂરી તારીખ

  • શરૂ તા. ૨૪/૦૭/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે
  • છેલ્લી તારીખ. ૦૭/૦૮/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે.

વનરક્ષક વર્ગ- ૩ ઉમેદવારો માટેની અગત્યની સુચના

Popular posts from this blog

SSC MTS & Havaldar 2025: Self Slot Selection for CBT Examination Started

MKBU External Admission Form 2025-26 | BA BCom MA MCom Apply Online

Bhavnagar University (MKBU) Exam Form 2025 | BA BCom BSc BCA BBA Apply Online