GSEB Class 10 Result Declared GSEB ધોરણ 10 ની પરીણા જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો સવારથી જ બોર્ડની વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે. સરકાર દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન પ્રસારિત કરી પરિણામ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.
ધોરણ 10 નું પરિણામ કઈ રીતે જોવું?
વિદ્યાર્થીઓ તારીખ 25 મે 2023 ના રોજ સવારે 8:00 વાગ્યાથી બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર પોતાનું પરિણામ જોઈ શકે છે.
પરિણામ જોવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
- સૌથી પહેલા બોર્ડની વેબસાઈટ gseb.org પર જાઓ અથવા અહી ક્લિક કરો.
- તમારી સામે જે પેજ ખુલે તેમાં તમારો બેઠક નંબર દાખલ કરો.
- ત્યારબાદ નીચે આપેલા બટન પર ક્લિક કરો.
- તમારી સામે તમારૂ ધોરણ 10નું પરિણામ આવી જશે.
- આ પરિણામની તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો.
WhatsApp પર ધોરણ 10નું પરિણામ કઈ રીતે જોવું ?
વિદ્યાર્થી મિત્રો, હવે WhatsApp પર ધોરણ 10નું પરિણામ જોઈ શકાશે.
WhatsApp પર પરિણામ જોવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
- સૌથી પહેલા તમે આ નંબર 6357300971 માં WhatsApp પર મેસેજ કરો અથવા અહીં ક્લિક કરો
- ત્યાર બાદ, પોતાનો બેઠક ક્રમાંક નંબર મેસેજમાં મોકલો
- થોડી વાર પછી તમારી સામે તમારૂ ધોરણ 10નું પરિણામની PDF આવી જશે.
- આ પરિણામની PDF ડાઉનલોડ કરીને તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો.
ધોરણ 10 નું પરિણામ
નીચે બોક્સમાં તમારો સીટ નંબર દાખલ કરી Go પર ક્લિક કરી
ધોરણ-૧૦ માર્ચ-૨૦૨૩ ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવા બાબત : અહીં ક્લિક કરો.