Join Whatsapp Groups

GPSSB Junior Clerk Rs. 254/- Reimbursement (Online Link Available)

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા 254 રૂપિયા વળતર બાબતે ઉમેદવારો માટે જાહેરાત / સુચના. 

GPSSB Junior Clerk Rs. 254/- Reimbursement

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક- ૧૨/૨૧૨૨ જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૯-૦૪-૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકથી ૧૩:૩૦ કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવનાર છે. સદર પરીક્ષામાં હાજર રહેનાર દરેક ઉમેદવારને તેમને ફાળવેલ પરીક્ષા કેંદ્ર ખાતે જવા-આવવાના ખર્ચ પેટે ઉચ્ચક રૂ. ૨૫૪/- ઉમેદવારના બેંક ખાતામાં ઓનલાઇન આપવાનુ મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. તા ૦૯-૦૪-૨૦૨૩ ની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષામાં હાજર ઉમેદવારોના ડેટાનું મેળવણું કરી, અંદાજે ૨૦ થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન ઉમેદવારના ખાતામાં ઉપરોકત રકમ જમા આપવાનું આયોજન છે. જેથી ઉપરોક્ત પરીક્ષાના તમામ ઉમેદવારોએ OJAS વેબસાઇટ ઉપરથી પોતાના કોલ-લેટર ડાઉનલોડ કર્યા બાદ OJAS વેબસાઇટ ઉપરથી પોતાના બેંક ખાતાની વિગત અંગેના ઓનલાઇન ફોર્મમાં વિગતો ભરવાની રહેશે. સદર ઓનલાઇન પત્રક ભરતા સમયે ઉમેદવારે નીચે મુજબની સુચનાઓ ધ્યાને લેવાની રહેશે:-

૧) ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરના NOTICE BOARD ઉપર કલીક કરતા Reimbursement application નું ઓનલાઇન ફોર્મ ખુલશે.

૨) આ ઓનલાઇન ફોર્મમાં તમામ વિગતો અંગ્રેજીમાં જ કેપીટલ અક્ષરમાં ભરવાની રહેશે.

3) OJAS વેબસાઇટ ઉપર મુકેલ ઓનલાઇન ફોર્મમાં ભરેલ વિગત જ ગ્રાહ્ય રાખવામાં આવશે. કોઇ ફીઝીકલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી.

૪) ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક/ચેકબુકમાં દર્શાવેલ વિગતો મુજબ જ બેંક ખાતાની વિગતો ચોકસાઇથી ભરવાની રહેશે. ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક/ચેકબુક મુજબ જ એકાઉન્ટ નંબર તથા IFS કોડ ભરવાના રહેશે.

૫) ઉમેદવારે ઉપરોકત માહિતી પુરતી કાળજી અને ચોકસાઇ તથા સમયમર્યાદામાં ભરવાની રહેશે, જેમાં ભુલ થવાના કારણે અથવા ખોટા બેંક ખાતા નંબર/ખોટા IFSC કોડ લખવા બદલ ઉમેદવાર પોતે જ જવાબદાર રહેશે, પાછળથી આ બાબત અંગેની કોઇપણ રજુઆત મંડળ ધ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ, જેની નોંધ લેવી.

૬) ઉમેદવારો દ્વારા ઉપરોકત ઓનલાઇન વિગતો તા.૩૧-૩-૨૦૨૩ ના રોજ સમય-૧૩-૦૦ કલાકથી તા.૯-૪-૨૦૨૩ ના રોજ સમય-૧૨:૩૦ સુધીમાં ભરેલ ઓનલાઇન ફોર્મ જ ગ્રાહ્ય રાખવામાં આવશે.

૭) કોઇ સંજોગોમાં કોઇ ઉમેદવાર પોતાનો કોલ-લેટર ડાઉનલોડ કર્યા બાદ તરત ઉપરોક્ત બેંક ડિટેઇલ્સ ઓનલાઇન ભરી ન શકે, તો કોલ-લેટર ડાઉનલોડ થઇ ગયા બાદ પણ તા. ૯/૪/૨૦૨૩ના રોજ ૧૨:૩૦ કલાક સુધી પોતાની બેંક ડીટેઇલ્સ OJAS વેબસાઈટ ઉપર નિયત ફોર્મમાં ઓનલાઈન ભરી શકાશે.

૮) જે ઉમેદવાર તા. ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહી, પરીક્ષા આપશે અને નિયત સમયગાળા દરમ્યાન OJAS વેબસાઇટ ઉપર Reimbursement application માં પોતાની બેંકની વિગતો ભરેલ હશે, તેવા ઉમેદવારોને જ ઉપરોકત રકમ મળવાપાત્ર થશે.

GPSSB Junior Clerk મહત્વપૂર્ણ લિંક: ⇩⇩⇩

Reimbursement Application Link

વળતર અરજી માટે: અહીં ક્લિક કરો


Connect with us:

WhatsApp Group Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

Gujarat Police PSI & Constable Bharti 2025 for 13591 Posts Notification Declared

SSC GD Constable Recruitment 2025 - Apply Online [25487 Post]

LRD Provisional Result 2025 Declared: Check Merit List & Cut-Off Marks