ખેડૂત મોબાઈલ સહાય યોજના | Smart phone Sahay Yojana Gujarat @iKhedut
ખેતીવાડી યોજના 2021
રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, ગુજરાત ખેતીવાડી વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ની ખરીદી પર સહાય માટે આપવાની યોજના. ગુજરાતના ખેડૂતો સ્માર્ટફોન ખરીદ કરે તો રાજ્ય સરકારે 1500 રૂપિયા સુધીની સહાય આપવાની જાહેરાત કરી છે. જે ખેડૂત આ યોજના નો લાભ લેવા ઇચ્છતા હોય તે તા. 26/11/2021 થી તા. 31/01/2022 સુધી અરજી કરી શકશે.
ફોર્મ ભરવા માટે :
અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
⇓⇓ વધુ માહિતી માટે ⇓⇓
ઘટકનું નામ :
- સ્માર્ટફોન ની ખરીદી પર સહાય
સહાયનું ધોરણ:
- રાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો રૂ.1500/- અથવા 10 % સુધી સહાય.
ઉદ્દેશ
- રાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ લેવા માટે
- સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૧૦% સહાય અથવા રૂ.૧૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે
લાભાર્થીની પાત્રતા :
- આ યોજનાનો લાભ રાજયમાં જમીન ધારણ કરતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના ૮-અ માં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર રહેશે.
અરજી કરવાનો સમય ગાળો : તા 26/11/2021 થી 31/01/2022 સુધી
ઓનલાઈન અરજી કરવામાટે ના જરૂરી પુરાવા નીચે મુજબના રહેશે.
- ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
- બેંક ખાતાની પાસબુક
- ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
- 8-અ ની નકલ
- રેશન કાર્ડ
ફોર્મ ભરવા માટે :
- અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.