પશુ ખાણદાણ સહાય યોજના | Pashu Khandan Sahay Yojana 2022 @iKhedut
પશુપાલનની યોજનાઓ 2022
પશુપાલકો માટે સારા સમાચાર, ગુજરાત પશુપાલન વિભાગ દ્વારા રાજ્યના સામાન્ય જાતિના અને અનુસૂચિત જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય આપવા માટે યોજના. જે પશુપાલકો આ યોજના નો લાભ લેવા ઇચ્છતા હોય તે તા.તા 03/01/2022 થી 31/01/2022 સુધી અરજી કરી શકશે.
ફોર્મ ભરવા માટે :
અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
⇓⇓ વધુ માહિતી માટે ⇓⇓
ઘટકનું નામ :- સામાન્ય જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય
- અનુસૂચિત જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય
સહાયનું ધોરણ:
- DMS-1 સામાન્ય જાતિ
- લાભાર્થી દીઠ કુલ ૧૫૦ કિગ્રા ખાણદાણ માટે ૫૦% લેખે સહાય
- DMS-1 અનુસૂચિત જાતિ
- લાભાર્થી દીઠ કુલ ૧૫૦ કિગ્રા ખાણદાણ માટે ૫૦% લેખે સહાય
રિમાર્ક્સ:
- ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદ પશુપાલક દીઠ એક પશુના વિયાણ પર વર્ષમાં એક વખત લાભ મળવા પાત્ર થશે. રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.
લક્ષ્યાંક:
- સામાન્ય જાતિ:
- રાજ્યનો વર્ષ ૨૧-૨૨ નો સંભવિત લક્ષ્યાંક: 112655
- અનુસૂચિત જાતિ:
- રાજ્યનો વર્ષ ૨૧-૨૨ નો સંભવિત લક્ષ્યાંક: 9982
અરજી કરો તા 03/01/2022 થી 31/01/2022 સુધી
ફોર્મ ભરવા માટે :
- અક્ષર કોમ્પ્યુટર & ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
ઓનલાઈન અરજી કરવામાટે ના જરૂરી પુરાવા નીચે મુજબના રહેશે.
- આધારકાર્ડની નકલ
- અનુસૂચિત જાતિ નું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- રેશન કાર્ડ